૧૦૦
બહેનશ્રીનાં વચનામૃત
થયો તેટલી શાન્તિ અને સ્વરૂપાનંદ છે. ૨૯૫.
✽
દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર.
પાતાળકૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઊતરી જા તો અંદરથી
વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ૨૯૬.
✽
તારું કાર્ય તો તત્ત્વાનુસારી પરિણમન કરવું તે છે.
જડનાં કાર્યો તારાં નથી. ચેતનનાં કાર્યો ચેતન હોય.
વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારાં નથી. જીવનમાં એવું
જ ઘુંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે,
તે હું નથી. ૨૯૭.
✽
જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ
ફરે તોપણ પોતે ફરે નહિ; વિભાવના ગમે તેટલા ઉદય
આવે તોપણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ
સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે; શ્રદ્ધામાં ફેર ન પડે.
પછી ક્રમે ચારિત્ર વધતું જાય. ૨૯૮.
✽
વસ્તુ સ્વતઃસિદ્ધ છે. તેનો સ્વભાવ તેને અનુકૂળ
હોય, પ્રતિકૂળ ન હોય. સ્વતઃસિદ્ધ આત્મવસ્તુનો દર્શન-