૧૦૮
સ્વભાવમાં નથી. દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. દ્રવ્યદ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્યસામાન્યનો જ સ્વીકાર હોય છે. ૩૨૧.
જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડતી નથી. સાથેનું જ્ઞાન વિવેક કરે છે કે ‘આ ચૈતન્યના ભાવો છે, આ પર છે’. દ્રષ્ટિ અખંડ ચૈતન્યમાં ભેદ પાડવા ઊભી રહેતી નથી. દ્રષ્ટિ એવા પરિણામ ન કરે કે ‘આટલું તો ખરું, આટલી કચાશ તો છે’. જ્ઞાન બધોય વિવેક કરે છે. ૩૨૨.
જેણે શાન્તિનો સ્વાદ ચાખ્યો છે તેને રાગ પાલવતો નથી. તે પરિણતિમાં વિભાવથી દૂર ભાગે છે. જેમ એક બાજુ બરફનો ઢગલો હોય અને બીજી બાજુ અગ્નિ હોય તેની વચ્ચે ઊભેલો માણસ અગ્નિથી દૂર ભાગતો બરફ તરફ ઢળે છે, તેમ જેણે થોડા પણ સુખનો સ્વાદ ચાખ્યો છે, જેને થોડી પણ શાન્તિનું વેદન વર્તી રહ્યું છે એવો જ્ઞાની જીવ દાહથી અર્થાત્ રાગથી દૂર ભાગે છે અને શીતળતા તરફ ઢળે છે. ૩૨૩.