૧૨૦
બહેનશ્રીનાં વચનામૃત
જ્ઞાયકની સ્વાનુભૂતિ વિના ‘જ્ઞાન’ હોય નહિ
અને જ્ઞાયકના દ્રઢ આલંબને આત્મદ્રવ્ય સ્વભાવરૂપે
પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય
‘ક્રિયા’ છે નહિ. પૌદ્ગલિક ક્રિયા આત્મા ક્યાં કરી
શકે છે? જડનાં કાર્યે તો જડ પરિણમે છે;
આત્માથી જડનાં કાર્ય કદી ન થાય. ‘શરીરાદિનાં
કાર્ય તે મારાં નહિ અને વિભાવકાર્યો પણ સ્વરૂપ-
પરિણતિ નહિ, હું તો જ્ઞાયક છું’ — આવી સાધકની
પરિણતિ હોય છે. સાચા મોક્ષાર્થીને પણ પોતાના
જીવનમાં આવું ઘૂંટાઈ જવું જોઈએ. ભલે પ્રથમ
સવિકલ્પપણે હો, પણ એવો પાકો નિર્ણય કરવો
જોઈએ. પછી જલદી અંતરનો પુરુષાર્થ કરે તો જલદી
નિર્વિકલ્પ દર્શન થાય, મોડો કરે તો મોડું થાય.
નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી, સ્થિરતા વધારતાં વધારતાં,
જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. — આ વિધિ સિવાય મોક્ષ
પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી. ૩૫૦.
✽
કોઈ પણ પ્રસંગમાં એકાકાર ન થઈ જવું. મોક્ષ
સિવાય તારે શું પ્રયોજન છે? પ્રથમ ભૂમિકામાં પણ
‘માત્ર મોક્ષ-અભિલાષ’ હોય છે.
જે મોક્ષનો અર્થી હોય, સંસારથી જેને થાક