૧૪૪
જ અવલોકન કર ને! તેની અંદર એક વાર ડોકિયું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહિ. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું પરથી વિરક્ત થઈશ. ૩૮૭.
મુનિરાજને શુદ્ધાત્મતત્ત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ મુનિરાજની આ દ્રઢ સંયમપરિણતિ ફરે એમ નથી. બહારથી જોતાં તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતાં અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. બહારથી જોતાં ભલે તેઓ ક્ષુધાવંત હોય, તૃષાવંત હોય, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતાં તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતાં ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતાં મુનિરાજના આત્માને વિષે આત્મજ્ઞાનનાં અજવાળાં પ્રસરી ગયાં છે. બહારથી જોતાં ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. ઉપસર્ગનાં ટાણાં આવે ત્યારે મુનિરાજને એમ થાય છે