બહેનશ્રીનાં વચનામૃત
૧૫૧
મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ
પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની
વિશેષતા નથી. — આવી દ્રવ્યદ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય કે
ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા
તરફ વળે ત્યારે. ૩૯૮.
✽
સમ્યગ્દ્રષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ
દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાનપરિણતિ દ્રવ્ય તેમ
જ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જોર નથી.
દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું — દ્રવ્ય પ્રત્યેનું બળ રહે
છે. ૩૯૯.
✽
હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં
જે ગુણ છે તે તેના તે જ છે, તેવા ને તેવા જ છે. હું
એકેન્દ્રિયના ભવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું
નથી અને દેવના ભવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી
ગયો નથી. — આવી દ્રવ્યદ્રષ્ટિ તે જ એક ઉપાદેય છે.
જાણવું બધું, દ્રષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર. ૪૦૦.
✽
જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ