અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે;
ગુણપર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી
બહારથી નહિ, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્યચંદ્રને
સ્થિરતાપૂર્વક નિહાળતાં અંદરથી ચેતના ઊછળે છે,
ચારિત્ર ઊછળે છે, સુખ ઊછળે છે, વીર્ય ઊછળે છે
તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે અને
ભોંયરામાં ભગવાનનાં દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં
આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા
હાથમાં આવતાં, કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા
હાથમાં આવી જાય છે, કેવળજ્ઞાન સાથે કેલિ શરૂ થાય
છે. ૪૦૪.