૧૫૪
આત્મા જ આનંદસ્વરૂપ છે’ એવા અનુભવપૂર્વકનો સહજ વૈરાગ્ય તેને નથી તેથી સહજ શાન્તિ પરિણમતી નથી. તે ઘોર તપ કરે છે, પણ કષાય સાથેની એકત્વબુદ્ધિ તૂટી નથી તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી. ૪૦૫.
તું અનાદિ-અનંત પદાર્થ છો. ‘જાણવું’ તારો સ્વભાવ છે. શરીરાદિ જડ પદાર્થો કાંઈ જાણતા નથી. જાણનાર તે કદી નહિ-જાણનાર થતો નથી; નહિ- જાણનાર તે કદી જાણનાર થતા નથી; સદા સર્વદા ભિન્ન રહે છે. જડ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી. — આ, જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરીશ તો પાર નહિ આવે. ૪૦૬.
અહીં (શ્રી પ્રવચનસાર શરૂ કરતાં) કુંદકુંદાચાર્ય- ભગવાનને પંચ પરમેષ્ઠી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લસી છે! પાંચેય પરમેષ્ઠીભગવંતોને યાદ કરીને ભક્તિભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે! ત્રણે કાળના તીર્થંકર-