બહેનશ્રીનાં વચનામૃત
૧૫૫
ભગવંતોને — સાથે સાથે મનુષ્યક્ષેત્રે વર્તતા વિદ્યમાન
તીર્થંકરભગવંતોને જુદા યાદ કરીને — ‘સૌને ભેગા તેમ
જ પ્રત્યેક-પ્રત્યેકને હું વંદન કરું છું’ એમ કહીને અતિ
ભક્તિભીના ચિત્તે આચાર્યભગવાન નમી પડ્યા છે.
આવા ભક્તિના ભાવ મુનિને — સાધકને — આવ્યા વિના
રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઊછળે
ત્યારે, મુનિ આદિ સાધકને ભગવાનનું નામ આવતાં
પણ રોમેરોમ ખડા થઈ જાય છે. આવા ભક્તિ
આદિના શુભભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ
જ્ઞાયકતત્ત્વ જ મુખ્ય રહે છે તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર
સમાધિરૂપ પરિણમન વર્ત્યા જ કરે છે અને શુભ ભાવ
તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે
વેદાય છે. ૪૦૭.
✽
અહો! સિદ્ધભગવાનની અનંત શાન્તિ! અહો!
તેમનો અપરિમિત આનંદ! સાધકના સહેજ નિવૃત્ત
પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે તો જે સર્વ
વિભાવપરિણામથી સર્વથા નિવૃત્ત થયા છે એવા સિદ્ધ-
ભગવાનને પ્રગટેલી શાન્તિની તો શી વાત! તેમને તો
જાણે શાન્તિનો સાગર ઊછળી રહ્યો હોય એવી અમાપ
શાન્તિ હોય છે; જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ
રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે. તારા