૧૫૬
બહેનશ્રીનાં વચનામૃત
આત્મામાં પણ એવું સુખ ભરેલું છે પણ વિભ્રમની
ચાદર આડી આવી ગઈ છે તેથી તને દેખાતું
નથી. ૪૦૮.
✽
અજ્ઞાની જીવ, જેમ વડવાઈ પકડીને ટિંગાઈ
રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહી
વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહિ
તેમ, વિષયોનાં કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી
ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્મરુચિ કરતો નથી
અથવા ‘આટલું કામ કરી લઉં, આટલું કામ કરી
લઉં’ એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી શુદ્ધાત્મપ્રતીતિના
ઉદ્યમનો વખત મેળવતો નથી, ત્યાં તો મરણનો સમય
આવી પહોંચે છે. પછી ‘મેં કાંઈ કર્યું નહિ, અરેરે!
મનુષ્યભવ એળે ગયો!’ એમ તે પસ્તાય તોપણ શા
કામનું? મરણસમયે તેને કોનું શરણ છે? તે રોગની,
વેદનાની, મરણની, એકત્વબુદ્ધિની અને આર્તધ્યાનની
ભીંસમાં ભિંસાઈને દેહ છોડે છે. મનુષ્યભવ હારીને
ચાલ્યો જાય છે.
ધર્મી જીવ રોગની, વેદનાની કે મરણની ભીંસમાં
ભિંસાતો નથી, કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત
કર્યું છે. વિપત્તિસમયે તે આત્મામાંથી શાન્તિ મેળવી લે