બહેનશ્રીનાં વચનામૃત
૧૫૭
છે. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ
ગ્રહે છે. મરણાદિસમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ-
સુખસરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે —
જ્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાન્તિનો
અખૂટ નિધિ છે. તે શાન્તિપૂર્વક દેહ છોડે છે. તેનું
જીવન સફળ છે.
તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા,
સાવધાન થા, સદાય શરણભૂત — વિપત્તિસમયે વિશેષ
શરણભૂત થનાર — એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો
ઉદ્યમ કર. ૪૦૯.
✽
જેણે આત્માના મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, ‘પોતે
શાશ્વત તત્ત્વ છે, અનંત સુખથી ભરપૂર છે’ એવો
અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી, તેણે
ભલે સાંસારિક ઇન્દ્રિયસુખોને નાશવંત અને ભવિષ્યમાં
દુઃખ દેનારાં જાણી તજી દીધાં હોય અને બાહ્ય મુનિપણું
ગ્રહણ કર્યું હોય, ભલે તે દુર્ધર તપ કરતો હોય અને
ઉપસર્ગ-પરિષહમાં અડગ રહેતો હોય, તોપણ તેને તે બધું
નિર્વાણનું કારણ થતું નથી, સ્વર્ગનું કારણ થાય છે; કારણ
કે તેને શુદ્ધ પરિણમન બિલકુલ વર્તતું નથી, માત્ર શુભ
પરિણામ જ — અને તે પણ ઉપાદેયબુદ્ધિએ — વર્તે છે. તે