લગની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. ‘હું ને
મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્યનગરની
વસ્તી છે. તેનું જ મારે કામ છે. બીજાનું મારે શું કામ
છે?’ એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી
ઉદાસ છે. બસ, એક આત્મામય જ જીવન થઈ ગયું
છે; — જાણે હાલતા-ચાલતા સિદ્ધ! જેમ પિતાનો
અણસાર પુત્રમાં દેખાય તેમ જિનભગવાનનો અણસાર
મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને રહે
તેટલો કાળ કાંઈ (આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા
વિના) ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા
જાય છે; કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા
જ જાય છે. — આ, મુનિની અંતઃસાધના છે. જગતના
જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના
કાંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા છે.
મુનિદશા આશ્ચર્યકારક છે, વંદ્ય છે. ૪૧૭.
✽
સિદ્ધભગવાનને અવ્યાબાધ અનંત સુખ પ્રગટ્યું
તે પ્રગટ્યું. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખનાં
બીજડાં જ બળી ગયાં છે તે કદી સુખ છોડીને
દુઃખમાં ક્યાંથી આવે? એક વાર જેઓ ક્ષાયિક
સમ્યગ્દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી
૧૬૪
બહેનશ્રીનાં વચનામૃત