ભેગા થતા નથી, તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે
અસિદ્ધપણે ક્યાંથી પરિણમે? સિદ્ધત્વપરિણમન પ્રવાહરૂપે
સાદિ – અનંત છે. સિદ્ધભગવાન સાદિ-અનંત કાળ
પ્રતિસમય પૂર્ણરૂપે પરિણમ્યા કરે છે. જોકે સિદ્ધ-
ભગવાનને જ્ઞાન-આનંદાદિ સર્વ ગુણરત્નોમાં ચમક
ઊઠ્યા જ કરે છે — ઉત્પાદવ્યય થયા જ કરે છે,
તોપણ તે સર્વ ગુણો પરિણમનમાં પણ સદા તેવા ને
તેવા જ પરિપૂર્ણ રહે છે. સ્વભાવ અદ્ભુત છે. ૪૧૮.
✽
પ્રશ્નઃ — અનંત કાળના દુખિયારા અમે; અમારું
આ દુઃખ કેમ મટે?
ઉત્તરઃ — ‘હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી
જુદો હું જ્ઞાયક છું’ એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને
સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને
વિભાવની રુચિ છૂટે — એવા પ્રયત્નની પાછળ વિકલ્પ
તૂટશે અને સુખની ઘડી આવશે. ‘હું જ્ઞાયક છું’ એમ
ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર, પણ
ગમે તેમ કરીને એ રસ્તે જા. શુભાશુભ ભાવથી જુદા
જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ
દ્રઢ કરવી, જ્ઞાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ
સાદિ-અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્મા
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૫