સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. ૪૧૯.
✽
પ્રશ્નઃ — જિજ્ઞાસુને ચોવીશે કલાક આત્માના વિચાર
ચાલે?
ઉત્તરઃ — વિચારો ચોવીશે કલાક ન ચાલે. પણ
આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યા કરે. ‘મારે
આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે’ એમ
લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે. ૪૨૦.
✽
પ્રશ્નઃ — મુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો
કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો?
ઉત્તરઃ — સામાન્ય અપેક્ષાએ તો, શાસ્ત્રાભ્યાસ ચિંતન
સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક હોય. વિશેષ
અપેક્ષાએ, પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને
જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. જો
શાસ્ત્રાભ્યાસ કરતાં પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ
લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ
વિશેષ કરવો અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી
હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત
ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને લાભ થાય તેમ
૧૬૬
બહેનશ્રીનાં વચનામૃત