કરવું. પોતાની ચૈતન્યપરિણતિ આત્માને ઓળખે એ જ
ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે દરેક મુમુક્ષુએ
આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. ૪૨૧.
✽
પ્રશ્નઃ — વિકલ્પ અમારો પીછો નથી છોડતા!
ઉત્તરઃ — વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને
વળગ્યો છો. તું ખસી જા ને! વિકલ્પમાં જરા પણ
સુખ અને શાન્તિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને
સમાધાન છે.
પહેલાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય, ભેદજ્ઞાન
થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ
થાય. ૪૨૨.
✽
પ્રશ્નઃ — સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે, તો શું
નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતાં આત્માના બધા ગુણોનું
આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે?
ઉત્તરઃ — નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ-
ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા
ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય
છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે.
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૭