૧૬૮
આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે, તેથી એક ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા ગુણોનાં નામ ન આવડે, અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહિ, તોપણ તેમનું સંવેદન તો થાય છે જ.
સ્વાનુભૂતિકાળે અનંતગુણસાગર આત્મા પોતાના આનંદાદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતાં આખું જીવન પલટો ખાય છે. ૪૨૩.
પ્રશ્નઃ — આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને?
ઉત્તરઃ — નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી, તે તો ઉપર ઉપર જ તરે છે. ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે અર્થાત્ દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય, તો અશુદ્ધતા કદી નીકળે જ નહિ, સદાકાળ રહે! બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો દ્રવ્યના ઉપર તરે છે પણ તેમાં ખરેખર સ્થાન પામતા નથી. શક્તિ તો શુદ્ધ જ