Benshreena Vachanamrut (Gujarati). Bol: 425-426.

< Previous Page   Next Page >


Page 169 of 186
PDF/HTML Page 186 of 203

 

background image
છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. ૪૨૪.
પ્રશ્નજિજ્ઞાસુ જીવ તત્ત્વને યથાર્થ ધારવા છતાં
કેવા પ્રકારે અટકી જાય છે?
ઉત્તરતત્ત્વને ધારવા છતાં જગતના કોઈક
પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય અથવા
શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહી જાય
ઇત્યાદિ
પ્રકારે તે જીવ અટકી જાય છે. બાકી જે ખાસ
જિજ્ઞાસુ
આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની
પાત્રતા પ્રગટી હોય તે તો ક્યાંય અટકતો જ નથી,
અને તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો
તે પણ સ્વભાવની લગનીના બળે નીકળી જાય છે;
અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ ક્યાંય અટક્યા
વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. ૪૨૫.
પ્રશ્નમુમુક્ષુએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શું
કરવું?
ઉત્તરઅનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ
છોડ્યું નથી, પણ ભ્રાન્તિને લીધે ‘છોડી દીધું છે
એમ તેને ભાસ્યું છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૯