ભરેલું છે, જ્ઞાયકસ્વરૂપ જ છે, આનંદસ્વરૂપ જ છે.
અનંત ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે. — આવા
જ્ઞાયક આત્માને બધાંથી જુદો — પરદ્રવ્યથી જુદો,
પરભાવોથી જુદો — જાણવાનો પ્રયત્ન કરવો. ભેદજ્ઞાનનો
અભ્યાસ કરવો. જ્ઞાયક આત્માને ઓળખવો.
‘જ્ઞાયકસ્વરૂપ છું’ એવો અભ્યાસ કરવો, તેની
પ્રતીતિ કરવી; પ્રતીતિ કરી તેમાં ઠરી જતાં, અનંત
ચમત્કારિક શક્તિ તેમાં છે તે પ્રગટ અનુભવમાં આવે
છે. ૪૨૬.
✽
પ્રશ્નઃ — મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે?
ઉત્તરઃ — પ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાય — બધાંને ઓળખે.
ચૈતન્યદ્રવ્યના સામાન્યસ્વભાવને ઓળખીને, તેના ઉપર
દ્રષ્ટિ કરીને, તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં
ઠરી જાય, તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે.
ચૈતન્યના અસલી સ્વભાવની લગની લાગે, તો પ્રતીતિ
થાય; તેમાં ઠરે તો તેનો અનુભવ થાય છે.
પહેલામાં પહેલાં ચૈતન્યદ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં
જ વિશ્વાસ કરવો અને પછી ચૈતન્યમાં જ ઠરવું...તો
ચૈતન્ય પ્રગટે, તેની શક્તિ પ્રગટે.
પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ; એટલે કે
૧૭૦
બહેનશ્રીનાં વચનામૃત