Benshreena Vachanamrut (Gujarati). Bol: 428-429.

< Previous Page   Next Page >


Page 171 of 186
PDF/HTML Page 188 of 203

 

background image
ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ,
જ્ઞાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે, તો પ્રગટ થાય.
પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; ચારે પડખેથી
સ્પષ્ટ કર્યું છે. ૪૨૭.
પ્રશ્નઆત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો.
ઉત્તરચૈતન્યતત્ત્વમાં વિભૂતિ ભરી છે. કોઈ
ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ
ભરી છે તે અનુભવમાં આવે છે; ઉપમા શી
અપાય
? ૪૨૮.
પ્રશ્નપ્રથમ આત્માનુભવ થતાં પહેલાં, છેલ્લો
વિકલ્પ કેવો હોય?
ઉત્તરછેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદ-
જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મતત્ત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં
કરતાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ
પરિણતિ ઢળી રહી હોય છે, ત્યાં ક્યો વિકલ્પ છેલ્લો
હોય (
અર્થાત્ છેલ્લે અમુક જ વિકલ્પ હોય) એવો
વિકલ્પસંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયકધારાની ઉગ્રતા-
તીક્ષ્ણતા થાય ત્યાં ‘વિકલ્પ ક્યો?’ તેનો સંબંધ નથી.
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૧