ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા
હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે,
ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં
જઈને ઠરે, તો પ્રાપ્ત થાય — જ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯.
✽
પ્રશ્નઃ — નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય?
દ્રવ્યનું કે પર્યાયનું?
ઉત્તરઃ — દ્રષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે;
વેદાય છે આનંદાદિ પર્યાય.
સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી,
બદલતું નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન
કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય
છે. ૪૩૦.
✽
પ્રશ્નઃ — નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો
થાય?
ઉત્તરઃ — તે આનંદનો, કોઈ જગતના — વિભાવના
— આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ
નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને
કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય
૧૭૨
બહેનશ્રીનાં વચનામૃત