અદભુત તેનો મહિમા છે. ૪૩૧.
✽
પ્રશ્નઃ — આજે વીરનિર્વાણદિનપ્રસંગે કૃપા કરી બે
શબ્દ કહો.
ઉત્તરઃ — શ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ
અલૌકિક આનંદમાં અને કેવળજ્ઞાનમાં પરિણમતા હતા.
આજે તેમણે સિદ્ધદશા પ્રાપ્ત કરી. ચૈતન્યશરીરી ભગવાન
આજે પૂર્ણ અકંપ થઈને અયોગીપદને પામ્યા, ચૈતન્ય-
ગોળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈ
ચૈતન્યબિંબરૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા; હવે સદાય
સમાધિસુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે
ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકર-
ભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહ
પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઊતરીને આજ નિર્વાણ-
મહોત્સવ ઊજવ્યો. દેવોએ ઊજવેલો તે નિર્વાણકલ્યાણક-
મહોત્સવ કેવો દિવ્ય હશે! તેને અનુસરીને હજુ પણ
લોકો દર વર્ષે દિવાળીદિને દીપમાળા પ્રગટાવીને
દીપોત્સવીમહોત્સવ ઊજવે છે.
આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી
ગૌતમસ્વામી તરત જ અંતરમાં ઊંડા ઊતરી ગયા અને
વીતરાગદશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનને પામ્યા. આત્માના
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૩