(સાખી)
સમવસરણ-જિનવર તણો, દીધો દ્રષ્ટ ચિતાર;
ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર.
સીમંધર-કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી,
અંતરના ભાવમાં રે કે ઉજ્જ્વળતા જાગે સાહેલડી;
ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્યાં સાહેલડી,
ભવ્યોનાં દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી....જન્મ૦
✽
[ ૧૮૨ ]