Benshreena Vachanamrut (Gujarati). Bol: 24-27.

< Previous Page   Next Page >


Page 9 of 186
PDF/HTML Page 26 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત

આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચારમનન કરવાં; એ જ આત્માર્થીનો ખોરાક છે. ૨૪.

પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચનશ્રવણમનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છેએ ખટક સાથે જ રહેવી જોઈએ. ૨૫.

અંદર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા, ને તૃપ્ત થા. અનંતગુણસ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર, તે આનંદરૂપ સરોવરમાં કેલી કરતેમાં રમણ કર. ૨૬.

આવા કાળે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ આત્મા પ્રાપ્ત કર્યો તેથી પરમ પૂજ્ય ગુરુદેવ એક ‘અચંબો’ છે. આ કાળે દુષ્કરમાં દુષ્કર પ્રાપ્ત કર્યું; પોતે અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો અને બીજાને માર્ગ બતાવ્યો. તેમનો મહિમા