સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે. ૩૧.
સમ્યગ્દ્રષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના — બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય એવા ભાવે — બહાર ઊભા છે. ૩૨.
‘જેને લાગી છે તેને જ લાગી છે’...પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન