૧૨
બહેનશ્રીનાં વચનામૃત
કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે
સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે, સંતોષ ન
થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે,
— એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી
બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર
જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય;
પણ આડો-અવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી
કાઢે છે. ૩૩.
✽
મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય,
પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ
જાય. તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને
બહાર રહેવું પોષાતું નથી માટે મૂંઝવણ થાય, પણ
મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્થ
ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન
કરે કે મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન
આવે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન
થાય. ૩૪.
✽
અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ
છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી શુભને