બહેનશ્રીનાં વચનામૃત
૧૩
વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે.
પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો
જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી.
ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો
જોઈએ. ૩૫.
✽
જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ
અંતરંગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ
નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો
સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ
છે. ૩૬.
✽
‘હું અબદ્ધ છું’, ‘જ્ઞાયક છું’ એ વિકલ્પો પણ
દુઃખરૂપ લાગે છે, શાન્તિ મળતી નથી, વિકલ્પ માત્રમાં
દુઃખ-દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં,
વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો
છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે. ૩૭.
✽
આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે તેણે
પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડ્યે