૧૪
બહેનશ્રીનાં વચનામૃત
જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ
સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ
ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. ૩૮.
✽
સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી
નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ
દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ
જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો
પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે
છે. ૩૯.
✽
સાધકદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ
સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો
નથી. — જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય
છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો
જાય છે, ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ
રહે છે. ૪૦.
✽
ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન
મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું કાર્ય