બહેનશ્રીનાં વચનામૃત
૧૫
થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ
શોધે. ૪૧.
✽
યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને
ઉપશમરસથી તરબોળ હોય છે; અને યથાર્થ રુચિ વિના,
તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય
છે. ૪૨.
✽
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય
તેને પૂછીએ કે ‘તારું નામ શું?’ તો કહે ‘મારી બા’,
તારું ગામ કયું?’ તો કહે ‘મારી બા’, ‘તારાં માતા-પિતા
કોણ?’ તો કહે ‘મારી બા’; તેમ જેને આત્માની ખરી
રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે
‘જ્ઞાયકસ્વભાવ...જ્ઞાયકસ્વભાવ’ — એવું રટણ રહ્યા જ
કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. ૪૩.
✽
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની
પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીશે કલાક એક
જ ચિંતન, ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને ‘બા’નો
પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા