બહેનશ્રીનાં વચનામૃત
૧૭
જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે
ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ
પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,
મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે. ૪૬.
✽
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. મુક્ત છે કે
બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ
કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી
શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં,
ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે
છૂટો છે; તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે,
ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ
જણાય. ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન-
આનંદની મૂર્તિ — જ્ઞાયકમૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી
ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં
ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય
બંધાયેલ નથી. ૪૭.
✽
વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં
જરા પણ શાન્તિ ને સુખ નથી એમ જીવને અંદરથી
લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા