૩૦
બહેનશ્રીનાં વચનામૃત
પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને
ઉત્તમતા પ્રગટશે. ૮૩.
✽
‘હું તો ઉદાસીન જ્ઞાતા છું’ એવી નિવૃત્ત દશામાં જ
શાન્તિ છે. પોતે પોતાને જાણે અને પરનો અકર્તા થાય
તો મોક્ષમાર્ગની ધારા પ્રગટે અને સાધકદશાની શરૂઆત
થાય. ૮૪.
✽
શુદ્ધ દ્રવ્ય પર દ્રષ્ટિ દેતાં સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન પ્રગટે. તે ન પ્રગટે ત્યાં સુધી અને પછી પણ
દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, સ્વાધ્યાય આદિ સાધન હોય
છે. બાકી, જે જેમાં હોય તેમાંથી તે આવે છે, જે જેમાં
ન હોય તેમાંથી તે આવતું નથી. અખંડ દ્રવ્યના આશ્રયે
બધું પ્રગટે. દેવ-ગુરુ માર્ગ બતાવે, પણ સમ્યગ્દર્શન કોઈ
આપી દેતું નથી. ૮૫.
✽
અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની
નિર્મળતા હોય છે, તેમ વિભાવપરિણામ વખતે જ તારામાં
નિર્મળતા ભરેલી છે. તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન
જોતાં વિભાવમાં તન્મય થઈ જાય છે, તે તન્મયતા
છોડ. ૮૬.