Benshreena Vachanamrut (Gujarati). Bol: 90-94.

< Previous Page   Next Page >


Page 32 of 186
PDF/HTML Page 49 of 203

 

૩૨

બહેનશ્રીનાં વચનામૃત

સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખિત મુસાફર! તું વિષયોમાં શા માટે ઝાવાં નાખે છે? ત્યાં તારી ભૂખ ભાંગે એવું નથી. અંદર અમૃતફળોનું ચૈતન્ય- વૃક્ષ પડ્યું છે તેને જો તો અનેક જાતનાં મધુર ફળ અને રસ તને મળશે, તું તૃપ્ત તૃપ્ત થઈશ. ૯૦.

અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે, જેનું અવલોકન કરતાં મુનિઓને વૈરાગ્ય ઊછળી જાય છે. મુનિઓ શીતળ-શીતળ ચૈતન્યચંદ્રને નિહાળતાં ધરાતા જ નથી, થાકતા જ નથી. ૯૧.

રોગમૂર્તિ શરીરના રોગો પૌદ્ગલિક છે, આત્માથી સર્વથા ભિન્ન છે. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે; ‘હું સહજ જ્ઞાયકમૂર્તિ છું’ એવી ચૈતન્યભાવના, એ જ લઢણ, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર પરિણતિ કરવાથી સંસારરોગનો નાશ થાય છે. ૯૨.

જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્યસામાન્ય ઉપર જ પડી હોય છે, ભેદજ્ઞાનની ધારા સતત વહે છે. ૯૩

ધ્રુવ તત્ત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય પ્રગટ