થાય છે, વિભાવનો અભાવ થાય છે. ૯૪.
મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિનું ભાવલિંગ છે. ૯૫.
આત્મા જ એક સાર છે, બીજું બધું નિઃસાર છે. બધી ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર. ગમે તેમ કરીને ચૈતન્યસ્વરૂપ આત્માને વળગ; તો જ તું સંસારરૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. ૯૬.
પરપદાર્થને જાણતાં જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી. ત્રણ કાળ, ત્રણ લોકને જાણતાં સર્વજ્ઞતા — જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. વીતરાગ થાય તેને જ્ઞાન- સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે છે. ૯૭.
દ્રષ્ટિ અને જ્ઞાન યથાર્થ કર. તું તને ભૂલી ગયો છો. જો ઓળખાવનાર (ગુરુ) મળે તો તને તેની દરકાર નથી. જીવને રુચિ હોય તો ગુરુવચનોનો વિચાર કરે, સ્વીકાર કરે અને ચૈતન્યને ઓળખે. ૯૮.