બહેનશ્રીનાં વચનામૃત
૩૫
ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય
તો બીજું કાંઈ જોઈતું નથી એવી સમ્યગ્દ્રષ્ટિની ભાવના
હોય છે. ૧૦૩.
✽
‘હું શુદ્ધ છું’ એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ
જ થાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ૧૦૪.
✽
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ
પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ
પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા ‘મુનિ
છે’ કે ‘કેવળજ્ઞાની છે’ કે ‘સિદ્ધ છે’ એવી એક પણ
પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો
જ્ઞાયક જ છે. ૧૦૫.
✽
ચૈતન્યસ્વરૂપ આત્મા તારો પોતાનો છે માટે તેને પ્રાપ્ત
કરવો સુગમ છે. પરપદાર્થ પરનો છે, પોતાનો થતો નથી,
પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. ૧૦૬.
✽
શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ્ય તેની
દ્રષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના