૩૬
બહેનશ્રીનાં વચનામૃત
ભેદથી શુદ્ધ પર્યાય પ્રગટતી નથી. એકને ગ્રહણ કર્યું તેમાં
બધું આવી જાય છે. દ્રષ્ટિ સાથે રહેલું સમ્યગ્જ્ઞાન વિવેક
કરે છે. ૧૦૭.
✽
જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ચૈતન્યથી વધી
જાય. તું આ ચૈતન્યમાં — આત્મામાં ઠર, નિવાસ કર.
આત્મા દિવ્ય જ્ઞાનથી, અનંત ગુણોથી સમૃદ્ધ છે. અહો!
ચૈતન્યની અગાધ ૠદ્ધિ છે. ૧૦૮.
✽
આત્મારૂપી પરમપવિત્ર તીર્થ છે તેમાં સ્નાન કર.
આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મૂક.
આત્માના ગુણોમાં તરબોળ થઈ જા. આત્મતીર્થમાં એવું
સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય, મલિનતા ટળી
જાય. ૧૦૯.
✽
પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તેં જોયા નથી.
દ્રષ્ટિ બહાર ને બહાર જ છે. ૧૧૦.
✽
પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તું પોતે જ પરમાત્મા
છો. ૧૧૧.
✽