૩૮
જુદું જુદું ગ્રહણ કરવાથી અશાન્તિ ઉત્પન્ન થશે. ૧૧૫.
ગમે તેવા સંયોગમાં આત્મા પોતાની શાન્તિ પ્રગટ કરી શકે છે. ૧૧૬.
નિરાલંબન ચાલવું તે વસ્તુનો સ્વભાવ છે. તું કોઈના આશ્રય વિના ચૈતન્યમાં ચાલ્યો જા. આત્મા સદા એકલો જ છે, પોતે સ્વયંભૂ છે. મુનિઓના મનની ગતિ નિરાલંબન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિરાલંબન ચાલ પ્રગટ થઈ તેને કોઈ રોકવાવાળું નથી. ૧૧૭.
જેવું કારણ આપે તેવું કાર્ય થાય. ભવ્ય જીવને નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધાત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે. ૧૧૮.
ગુરુની વાણીથી જેનું હૃદય ભેદાઈ ગયું છે અને જેને આત્માની લગની લાગી છે, તેનું ચિત્ત બીજે ક્યાંય ચોંટતું નથી. તેને એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ૧૧૯.