૬૦
બહેનશ્રીનાં વચનામૃત
કર, પછી ભલે બધું જ્ઞાન થાય. એમ કરતાં કરતાં
અંદર વિશેષ લીનતા થાય, સાધક દશા વધતી જાય.
દેશવ્રત અને મહાવ્રત સામાન્ય સ્વરૂપના આલંબને આવે
છે; મુખ્યતા નિરંતર સામાન્ય સ્વરૂપની — દ્રવ્યની હોય
છે. ૧૯૧.
✽
આત્મા તો નિવૃત્તસ્વરૂપ — શાન્તસ્વરૂપ છે. મુનિરાજને
તેમાંથી બહાર આવવું પ્રવૃત્તિરૂપ લાગે છે. ઊંચામાં
ઊંચા શુભભાવ પણ તેમને બોજારૂપ લાગે છે, જાણે
કે પર્વત ઉપાડવાનો હોય. શાશ્વત આત્માની જ ઉગ્ર
ધૂન લાગી છે. આત્માના પ્રચુર સ્વસંવેદનમાંથી બહાર
આવવું ગમતું નથી. ૧૯૨.
✽
સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાયકને જ્ઞાયક વડે જ પોતામાં ધારી
રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છે — એવી સહજ
દશા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને તેમ જ મુનિને ભેદજ્ઞાનની
પરિણતિ તો ચાલુ જ હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને તેની
દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે તેમ જ
બહાર આવે છે; મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી
વારંવાર અંદર ઊતરી જાય છે. ભેદજ્ઞાનની પરિણતિ —