બહેનશ્રીનાં વચનામૃત
૬૧
જ્ઞાતાધારા — બંનેને ચાલુ જ હોય છે. તેમને ભેદજ્ઞાન
પ્રગટ થયું ત્યારથી પુરુષાર્થ વિનાનો કોઈ કાળ હોતો નથી.
અવિરત સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાન પ્રમાણે અને મુનિને
છઠ્ઠા-સાતમા ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ વર્ત્યા કરે છે.
પુરુષાર્થ વિના કાંઈ પરિણતિ ટકતી નથી. સહજ પણ છે,
પુરુષાર્થ પણ છે. ૧૯૩.
✽
પૂજ્ય ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો
છે, તે માર્ગે જા. ૧૯૪.
✽
બધાએ એક જ કરવાનું છેઃ — દરેક ક્ષણે આત્માને
જ ઊર્ધ્વ રાખવો, આત્માની જ પ્રમુખતા રાખવી.
જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો
અભ્યાસ કરવો. ૧૯૫.
✽
સ્વરૂપ તો સહજ જ છે, સુગમ જ છે; અનભ્યાસે
દુર્ગમ લાગે છે. કોઈ બીજાના સંગે ચડી ગયો હોય તો તેને
તે સંગ છોડવો દુષ્કર લાગે છે; ખરેખર દુષ્કર નથી, ટેવને
લીધે દુષ્કર કલ્પાય છે. પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા
રહેવું તેમાં દુષ્કરતા શી? તેમ પોતાનો સ્વભાવ પામવો તેમાં