૬૨
બહેનશ્રીનાં વચનામૃત
દુષ્કરતા શી? તે તો સુગમ જ હોય ને? ૧૯૬.
✽
પ્રજ્ઞાછીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ
અંતઃસંધિમાં પટકવી. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી તે
બંનેની સંધિમાં સાવધાન થઈને તેનો પ્રહાર કરવો.
સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને,
બરાબર લક્ષણ વડે ઓળખીને.
અબરખનાં પડ કેવાં પાતળાં હોય છે, ત્યાં બરાબર
સાવધાનીથી એને જુદાં પાડે, તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી
સ્વભાવ-વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. જે ક્ષણે
વિભાવભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતાધારા વડે સ્વભાવને
જુદો જાણી લે. જુદો જ છે પણ તને ભાસતો નથી.
વિભાવ ને જ્ઞાયક છે તો જુદેજુદા જ; — જેમ પાષાણ ને
સોનું ભેગાં દેખાય પણ જુદાં જ છે તેમ.
પ્રશ્નઃ — સોનું તો ચળકે છે એટલે પથ્થર ને તે —
બંને જુદાં જણાય છે, પણ આ કઈ રીતે જુદા જણાય?
ઉત્તરઃ —
આ જ્ઞાન પણ ચળકે જ છે ને?
વિભાવભાવ ચળકતા નથી પણ બધે જ્ઞાન જ ચળકે
છે — જણાય છે. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો
છે. જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં
જણાય?