૬૪
પ્રગટ થાય તો કર્તાપણું છૂટે છે. ૧૯૮.
જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્યદરબારમાં જ ઉપયોગને લગાડી દે; ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું પણ આમ કર.
અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે જ છે ને? અટકવાના તો અનેક અનેક પ્રકાર; સફળ થવાનો એક જ પ્રકાર — ચૈતન્યદરબારમાં જવું તે. પોતે ક્યાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે.
દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, ‘આ રાગની મંદતા, આ અઠ્યાવીસ મૂળગુણ, — બસ આ જ હું, આ જ મોક્ષનો માર્ગ’, ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈ અટકી જાય છે; પણ આ અંદરમાં વિકલ્પો સાથે એકતાબુદ્ધિ તો પડી જ છે તેને કાં જોતો નથી? આ અંતરમાં શાન્તિ કેમ દેખાતી નથી? પાપભાવ ત્યાગી ‘સર્વસ્વ કર્યું’ માની સંતોષાઈ જાય છે. સાચા આત્માર્થીને અને સમ્યગ્દ્રષ્ટિને તો ‘ઘણું