Benshreena Vachanamrut (Gujarati). Bol: 200.

< Previous Page   Next Page >


Page 65 of 186
PDF/HTML Page 82 of 203

 

background image
બહેનશ્રીનાં વચનામૃત
૬૫
બાકી છે, ઘણું બાકી છે’ એમ પૂર્ણતા સુધી ઘણું બાકી
છે એમ જ ભાવના રહે અને તો જ પુરુષાર્થ અખંડ
ટકી શકે
.
ગૃહસ્થાશ્રમમાં સમકિતીએ મૂળિયાં પકડી લીધાં,
(દ્રષ્ટિ-અપેક્ષાએ) બધું કરી લીધું, અસ્થિરતારૂપ ડાળાં
પાંદડાં જરૂર સુકાઈ જશે. દ્રવ્યલિંગી સાધુએ મૂળ જ
પકડ્યું નથી
; એણે કાંઈ કર્યું જ નથી. ‘સમકિતીને ઘણું
બાકી છે ને દ્રવ્યલિંગી મુનિએ ઘણું કરી લીધુંએમ
બાહ્યદ્રષ્ટિ લોકોને ભલે લાગે; પણ એમ નથી. પરિષહ
સહન કરે પણ અંદરમાં કર્તૃત્વબુદ્ધિ તૂટી નથી, આકુળતા
વેદાય છે, તેણે કાંઈ કર્યું જ નથી. ૧૯૯.
શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત
અબદ્ધસ્પૃષ્ટ-આદિરૂપ શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ
જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં
આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન
, મોક્ષ વગેરે બધું
જાણી લીધું. ‘સર્વગુણાંશ તે સમકિતઅનંત ગુણોનો
અંશ પ્રગટ્યો; આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું.
જે માર્ગે આ સમકિત થયું તે જ માર્ગે મુનિપણું ને
કેવળ થશેએમ જણાઈ ગયું. પૂર્ણતાના લક્ષે શરૂઆત
થઈ; આ જ માર્ગે દેશવિરતિપણું, મુનિપણું, પૂર્ણ