૬૮
શાન્તિ ને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. ૨૦૨.
આ બધે — બહાર — સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખૂબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપશમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. ૨૦૩.
આત્મા તો અનંત શક્તિઓનો પિંડ છે. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. અંદર તો આનંદનો સાગર છે. જ્ઞાનસાગર, સુખસાગર — એ બધું અંદર આત્મામાં જ છે. જેમ સાગરમાં ગમે તેટલાં જોરદાર તરંગો ઊછળ્યા કરે તોપણ તેમાં વધઘટ થતી નથી, તેમ અનંત અનંત કાળ સુધી કેવળજ્ઞાન વહ્યા કરે