તોપણ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. ૨૦૪.
ચૈતન્યની અગાધતા, અપૂર્વતા ને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
હે શુદ્ધાત્મદેવ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાન્ત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો! મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાન્તિ છે, બહાર નીકળતાં તો અશાન્તિ જ લાગે છે.
હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ૨૦૫.
જ્ઞાનીએ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અભેદમાં જ દ્રષ્ટિ છેઃ ‘હું તો જ્ઞાનાનંદમય એક વસ્તુ છું’. તેને વિશ્રાન્તિનો મહેલ મળી ગયો છે, જેમાં અનંતો આનંદ ભરેલો છે. શાન્તિનું સ્થાન, આનંદનું સ્થાન — એવો પવિત્ર ઉજ્જ્વળ આત્મા છે. ત્યાં — જ્ઞાયકમાં — રહી જ્ઞાન