૭૨
બહેનશ્રીનાં વચનામૃત
અવલંબનને, શ્રુતના ચિંતવનને સાથે જ રાખજે.
શ્રવણયોગ હોય તો તત્કાળબોધક ગુરુવાણીમાં અને
સ્વાધ્યાયયોગ હોય તો નિત્યબોધક એવાં આગમમાં
પ્રવર્તન રાખજે. તે સિવાયના કાળમાં પણ ગુરુવાણી ને
આગમે બતાવેલા ભગવાન આત્માના વિચાર ને મંથન
રાખજે. ૨૧૦.
✽
વસ્તુનું સ્વરૂપ બધાં પડખેથી જ્ઞાનમાં જાણી
અભેદજ્ઞાન પ્રગટ કર. અંદરમાં સમાયા તે સમાયા;
અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિસુખમાં
લીન થયા. ‘બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ
પામી શકે’. માટે તું તે જ્ઞાનપદને પ્રાપ્ત કર. તે અપૂર્વ
પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે, પણ ચૈતન્ય-
દેવનું સ્વરૂપ શું છે, આવા રતનરાશિ જેવા તેના અનંત
ગુણોનો સ્વામી કેવો છે — તે જાણ્યા વગર ધ્યાન કેવું?
જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, તે ગ્રહણ
કર્યા વિના, ધ્યાન કોના આશ્રયે થશે? એકાગ્રતા ક્યાં
જામશે? ૨૧૧.
✽
એક સત્-લક્ષણ આત્મા — એનો જ પરિચય રાખજે.
‘જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ’. તું