Benshreena Vachanamrut (Gujarati). Bol: 215-216.

< Previous Page   Next Page >


Page 74 of 186
PDF/HTML Page 91 of 203

 

background image
૭૪
બહેનશ્રીનાં વચનામૃત
તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મ-
દર્શન પ્રગટ કર.
ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને
ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ
આત્માનાં દર્શન થશે. ૨૧૪.
મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ
વહી ન જાયપોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે
એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ
ન રાખે.
વળી તે ‘હું શુદ્ધ છું, હું શુદ્ધ છું’ કરીને પર્યાયની
અશુદ્ધતા ભુલાઈ જાયસ્વચ્છંદ થઈ જાય એમ ન
કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું
રાખે. ૨૧૫.
સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ
થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી
તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે ‘
મારે કાંઈ
જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે
એમ દ્રઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ હું’ એવા ભાવે