બહેનશ્રીનાં વચનામૃત
૭૫
પરિણમી જાય છે, બાકી બધું કાઢી નાખે છે.
દ્રષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય
ઉપર ટકેલી દ્રષ્ટિ ‘મને સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થયું
કે નહિ’ એમ જોવા નથી બેસતી. એને — દ્રવ્યદ્રષ્ટિવાળા
જીવને — ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ
આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ
પ્રગટ કરી છે. દ્રવ્યદ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે
હોય તે પ્રગટ થાય જ; છતાં ‘મને સમ્યગ્દર્શન થયું,
મને અનુભૂતિ થઈ’ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટી નથી
જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી, બધાંને કાઢી નાખી,
દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની
આશા વગર તદ્દન નિસ્પૃહ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય
છે. ૨૧૬.
✽
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય
ને પર્યાય બંને સમાન કોટિનાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી
જ છે, પર્યાયની કોટિ નાની જ છે. દ્રવ્યદ્રષ્ટિવાળાને
અંદરમાં એટલા બધા રસકસવાળું તત્ત્વ દેખાય છે કે
તેની દ્રષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય,
પણ દ્રષ્ટિ અનુભૂતિમાં — પર્યાયમાં —
ચોંટી નથી જતી.
‘અહો! આવો આશ્ચર્યકારી દ્રવ્યસ્વભાવ પ્રગટ્યો એટલે