૭૬
કે અનુભવમાં આવ્યો!’ એમ જ્ઞાન જાણે, પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર — દ્રવ્યસ્વભાવ ઉપર — જામેલી તે જામેલી જ રહે છે. ૨૧૭.
કોઈ એકાંતમાં વસનાર — એકાંતપ્રેમી — માણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહિ!! અથવા કોઈ ઘણો નબળો માણસ હોય ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે? એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારનાં કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. ૨૧૮.
ગમે તેવી કટોકટીમાંથી પોતાનાં જ્ઞાન-ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. તેને વ્યર્થ જવા ન દેવું. ૨૧૯.
જ્ઞાયકપરિણતિનો દ્રઢ અભ્યાસ કર. શુભભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. ૨૨૦.