૭૮
થઈ જાય છે. અવસર ચૂકવા જેવો નથી. ૨૨૫.
પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જોતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની પર્યાય સહિત સમય- માત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ, સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે. ૨૨૬.
શુદ્ધનયના વિષયભૂત આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે. આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, આનંદરૂપ છે; તેથી આત્માની અનુભૂતિ પણ મંગળરૂપ અને આનંદરૂપ છે. ૨૨૭.
આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ઠરી જા, બસ!...તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણપર્યાયથી ભરેલું છે. તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. તેને અનુભવી, તેમાં ઠરી જા. ૨૨૮.
મુનિને સંયમ, નિયમ ને તપ — બધાંમાં આત્મા સમીપ હોય. અહો! તું તો આત્માની સાધના કરવા નીકળ્યો...ત્યાં આ લૌકિક જનના પરિચયનો રસ કેમ?