૮૦
બહેનશ્રીનાં વચનામૃત
આત્માના ગુણ ગાતાં ગાતાં ગુણી થઈ ગયો —
ભગવાન થઈ ગયો; અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણરત્નોના
ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. ૨૩૧.
✽
જ્ઞાતાનું ધ્યાન કરતાં કરતાં આત્મા જ્ઞાનમય થઈ
ગયો, ધ્યાનમય થઈ ગયો — એકાગ્રતામય થઈ ગયો.
અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું; હવે
બહાર શું લેવા જાય? ગ્રહવાયોગ્ય આત્મા ગ્રહી લીધો,
છોડવાયોગ્ય બધું છૂટી ગયું; હવે શું કરવા બહાર
જાય? ૨૩૨.
✽
અંદરથી જ્ઞાન ને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ
થયાં તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું? નિર્વિકલ્પ
થયા તે થયા, બહાર આવતા જ નથી. ૨૩૩.
✽
મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનારને જ
આગળ વધવાનો અવકાશ રહે છે. અનંત કાળમાં ‘મારે
આત્માનું કલ્યાણ કરવું છે’ એવા પરિણામ જીવે ઘણી
વાર કર્યા, પણ વિવિધ શુભ ભાવો કરી તેમાં સર્વસ્વ
માનીને ત્યાં સંતોષાઈ ગયો. કલ્યાણ કરવાની સાચી