૮૨
બહેનશ્રીનાં વચનામૃત
ભિન્નતા છે અને વસ્તુ-અપેક્ષાએ અભેદ છે એમ જ્ઞાન
જાણે છે. ‘આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ
સમ્યગ્દર્શન થયું, આ મુનિદશા થઈ, આ કેવળજ્ઞાન
થયું’ — એમ બધી મહિમાવંત પર્યાયોને તેમ જ અન્ય
સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ
દ્રષ્ટિ (સામાન્ય સિવાય) કોઈ પ્રકારમાં રોકાતી નથી.
સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવ-ગુરુના
મહિમાના, શ્રુતચિંતવનના, અણુવ્રત-મહાવ્રતના ઇત્યાદિ
વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયકપરિણતિને બોજારૂપ છે
કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો
હોય છે; સ્વરૂપમાં એકાગ્ર થતાં, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ
થતાં, તે બધા છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ દશા થતાં
સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે.
— આવી સાધકદશા પ્રગટ કરવાયોગ્ય છે. ૨૩૭.
✽
તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા
દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં
આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી
જશે. ૨૩૮.
✽