અમૃત વાણી (ભાગ-૬)
૧૬૨
ચત્તારી મંગલં, અરિહંતા મંગલં, સાહૂ મંગલં, કેવલિપણત્તો ધમ્મો મંગલં. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિપણત્તો ધમ્મો લોગુત્તમા.
ચત્તારી શરણં પવજ્જામિ, અરિહંતા શરણં પવજ્જામિ, સિદ્ધા શરણં પવજ્જામિ, કેવલી પણત્તો ધમ્મો શરણં પવજ્જામિ.
ચાર શરણ, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે, ભવસાગરથી તરે તે સકળ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાયે, તે જીવ તરીને મુક્તિએ જાય. સંસારમાંહી શરણ ચાર, અવર શરણ નહીં કોઈ. જે નર-નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વરસે લબ્ધિ તણા ભણ્ડાર. ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંછિત ફલ દાતા.
પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો! માતાજીની અમૃત વાણીનો જય હો!