એ રત્નોમય અદ્ભુત દેવલોક, ગુરુદેવના પ્રતાપી ભવોની
રત્નમય રસ્તા, દરવાજા, મંદિરો, સમવસરણ વગેરે બહુ યાદ
આવે છે. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
અમારું ત્યાં કુટુંબ હતું. માતા, પિતા, કાકા વગેરે કુટુંબ યાદ આવે
છે. બાગબગીચાથી શોભાયમાન ઘર હતાં; (દેવાભાઈના)
અમારા ઘરની સમીપ રત્નસ્થંભથી શોભિત જિનમંદિર હતું, ત્યાં
અમે પૂજા કરવા જતા હતા. અમારે ઘેર અનેક જાતનાં શુદ્ધ
ભોજન થતાં હતાં; કોઈ કોઈ વાર મુનિરાજ પધારતા હતા.
રાજભુવનની નજીક અમારાં ઘર હતાં.
રહેતા હતા તે ભાઈ જેવા સંબંધવાળા હતા તે પણ યાદ આવે છે.
રત્નનું જિનમંદિર, મુનિરાજ વગેરે યાદ આવતાં ચિત્તમાં ખેદ થાય